Sun,17 November 2024,4:16 pm
Print
header

ઓલિમ્પિકમાં મેડલ જીતે આ પહેલા ગુજરાતની 6 મહિલા ખેલાડીઓને CM રૂપાણીની મોટી ભેટ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના છે. 23મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેઇમ્સ 2021માં ગુજરાતની એક સાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની 6 દિકરીઓને પ્રત્યેકને 10 લાખ રૂપિયાની નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતની આ છ દિકરીઓ જેમને પ્રત્યેકને 10 લાખ રૂપિયાની સહાય મળશે.

માના પટેલ (સ્વિમિંગ), એલાવેનિલ વાલારિવન (શૂટિંગ) અંકિતા રૈના (ટેનિસ) સોનલ પટેલ તથા ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ) અને પારુલ પરમાર (પેરા બેડમિન્ટન) રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ 6  મહિલા ખેલાડીઓને દરેકને 10 લાખની નાણાંકીય સહાય આપવા સાથે આગામી ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. ટોક્યો ઓલમ્પિક-2021 રમતો આ વર્ષે 23મી જુલાઇ 2021થી 8 ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક રમતો 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch