Mon,18 November 2024,3:57 am
Print
header

અમદાવાદ IIMમાં વધુ 10 લોકો થયા કોરોના સંક્રમિત, 18 દિવસમાં 70 લોકો કોરોનાની ઝપેટમાં

અમદાવાદ: IIMમાં વધુ 10 લોકો કોરોના સંક્રમિત થયા છે. 9 વિદ્યાર્થી અને સ્ટાફના એક સભ્યને કોરોના થયો છે. છેલ્લા 18 દિવસમાં IIMમાં 70 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. 12 માર્ચના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા ગયેલા પાંચ વિદ્યાર્થીઓએ પોતે સંક્રમિત હોવાની માહિતી છુપાવ્યાં બાદ IIMમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.

18 દિવસમાં 70 લોકો પોઝિટિવ

ઉત્તર-પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે, અમદાવાદ IIMમાં 29 માર્ચની રાત સુધીમાં કેસનો આંકડો 70એ પહોંચ્યો છે. છેલ્લા 18 દિવસમાં IIMમાં 70 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. IIMA દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, IIMAમાં 28 માર્ચે પણ 116 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યાં હતા, જેમાં 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 27 માર્ચે 109 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 8 પોઝિટિવ આવ્યા હતા.

રાજ્યમાં કોરોનાના કેસોમાં હવે અમદાવાદ શહેર ફરી એકવાર હોટ સ્પોટ બની ગયું છે, અમદાવાદ IIMમાં કોરોના સુપર સ્પ્રેડ થઈ રહ્યો છે. હોળી-ધૂળેટીના તહેવારના દિવસે IIMમાં 116થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા, જેમાં 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ IIMમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch