Mon,18 November 2024,1:50 am
Print
header

હે ભગવાન.. નાસિકમાં ઓક્સિજન ટેંક લીક બાદ પુરવઠો બંધ થતાં 22 કોરોના દર્દીઓનાં મોત થઇ ગયા

નાસિકઃ દેશમાં એક તરફ ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી દુર્ઘટના થઈ છે. આજે જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીક થવાથી હડકંપ મચ્યો છે આ દુર્ઘટનામાં 22 દર્દીઓનાં મોત થઇ ગયા છે. 

તંત્રના કહેવા મુજબ, લીકેજને કારણે ઓક્સિજન સપ્લાય રોકવામાં આવ્યો હતો. જેને કારણે વેન્ટિલેટર પર રહેલા દર્દીઓના મોત થઇ ગયા હતા. હવે તંત્ર દ્વારા લીકેજની તપાસ કરવામાં આવી રહી છે. દુર્ઘટના બની ત્યારે હોસ્પિટલમાં કુલ 171 દર્દીઓ હતા.

દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે નાસિક, મુંબઈ, પુણે, ઔરંગાબાદ સૌથી વધુ અસરગ્રસ્ત છે.સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,95,041 નવા કેસ (Corona Cases) આવ્યાં છે 2023 લોકોનાં મોત થઇ ગયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. 24 કલાકમાં 1,67,457 લોકો ઠીક પણ થયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch