Sat,16 November 2024,8:21 pm
Print
header

ખતરાની ઘંટી, ગુજરાતમાં કોરોનાના 111 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ આવ્યાં

કોરોનાની ત્રીજી લહેરની દહેશત, માસ્ક ચોક્કસથી પહેરજો 

ગાંધીનગરઃ રાજ્યમાં અંદાજે 7 મહિના બાદ કોરોનાના કેસનો આંક 100ને પાર થઇ ગયો છે, જે ગુજરાતીઓ માટે ખતરાની ઘંટી સમાન છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા છે. આજે 78 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 8,18,129 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે લોકોના મોત થઇ ગયા છે. આજે 2,13,972 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 43, સુરત કોર્પોરેશન 17, રાજકોટ કોર્પોરેશનમાં 11,વડોદરા કોર્પોરેશન 10, કચ્છ 5,વલસાડ 5, ખેડા 4, નવસારી 4, આણંદ 3, રાજકોટ 3, મહીસાગર 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા 1, સુરત 1, વડોદરામાં 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 668 કેસ છે. જે પૈકી 12 વેન્ટીલેટર પર છે, 656 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 8,18,129 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10108 ના અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે આણંદ 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 મોત થયું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch