Sat,16 November 2024,6:25 pm
Print
header

નવા વર્ષની ગોઝારી શરૂઆત, માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડથી 12 લોકોનાં મોત – Gujarat Post

પીએમ મોદીએ મૃતકોના પરિવારોને બે લાખ રૂપિયા, ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી

પ્રાથમિક તપાસમાં માથાકૂટ બાદ ધક્કા મુક્કીને કારણે ઘટના બની હોવાનું તારણ

શ્રીનગરઃ નવા વર્ષના (New Year 2022) અવસર પર માતા વૈષ્ણોદેવી ભવનમાં (Mata Vaishno Devi Bhawan) ભાગદોડ મચવાને કારણે 12 લોકોના મોત અને 13 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના બાદ માતા વૈષ્ણોદેવી યાત્રા પર થોડીવાર માટે રોક લગાવી દેવાઇ હતી. રાત્રે 2.45 કલાકે ગેટ નંબર 3 પાસે દુર્ઘટના થઈ હતી.નવા વર્ષના અવસર પર મોટી સંખ્યામાં સાંજથી મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. કોરોના પ્રોટોકોલ હોવા છતાં મદિરમાં કેવી રીતે આટલી ભીડ અને ભાગદોડ થઈ તેને લઈને સવાલ ઉભા થઈ રહ્યાં છે.

આ દુર્ઘટના પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કરીને ટ્વીટ કર્યું છે અને મૃતકોના સ્વજનોને પ્રધાનમંત્રી રિલીફ ફંડમાંથી બે-બે લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટિનેંટ ગર્વનર મનોજ સિન્હાએ મૃતકોના પરિવારોને 10 લાખ અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરી છે.

પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ,માતા વૈષ્ણોદેવી ભવનના આ વિસ્તારમાં કેટલાક લોકો દર્શન કરીને રોકાઈ ગયા હતા.જેને કારણે અહીંયા ભીડ થઈ હતી, લોકોને નીકળવા માટે જગ્યા ન હતી.સાંકડી જગ્યામાં લોકોની મોટી અવર જવર હોવાથી આ દુર્ઘટના બની હતી.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કટારામાં માતા વૈષ્ણોદેવી ભવનમાં મચેલી ભાગદોડમાં 12 લોકોના મોત થયા છે.13 લોકો ઘાયલ થયા છે. ઘટના 2.45 વાગે બની હતી

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch