Sun,17 November 2024,2:01 pm
Print
header

અમદાવાદઃ બાપુનગરમાં આંખના પલકારામાં જ 12.92 લાખ રૂપિયાની લૂંટ થઇ

અમદાવાદઃ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. બાપુનગર વિસ્તારમાં લાખો રૂપિયાની ચીલ ઝડપની ઘટના સામે આવી છે. કારખાનાંની ઉઘરાણીના રૂપિયા આંગડિયા પેઢીમાંથી લઈને ઓફીસ જઇ રહેલા કર્મચારીના હાથ માંથી બેગ છીનવીને ગઠિયાઓ ફરાર થઈ ગયા છે. કુલ રૂપિયા 12.92 લાખની માતબર રમકની ચીલ ઝડપ સીસીટીવીમાં કેદ થઈ  છે.

બાપુનગરમાં મણીયારી ગલીમાં આવેલા ઈરાની એન્ટરપ્રાઇઝ લિમિટેડ નામના કારખાનામાં નોકરી કરતા અવિનાશ નાઈક તેમના મેનેજરના કહ્યાં પ્રમાણે બાપુનગર આંગડિયા બજારમાં આવેલી એન.આર. આંગડિયા પેઢીમાંથી રૂપિયા 2 લાખ 92 હજાર અને રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીમાંથી રૂપિયા 10 લાખ એમ કુલ 12 લાખ 92 હજાર (12.92 Lakhs Cash) રૂપિયા ભરેલી બેગ એક્ટિવાની ડેકીમાં મૂકીને કારખાના પર પહોંચ્યા હતા. જ્યાં રૂપિયા ભરેલી બેગ ડેકીમાંથી કાઢીને એક્ટિવાના હૂકમાં ભરવેલ દવાની કોથળી લેવા માટે ગયા હતા. એટલામાં એક મોટર સાયકલ પર બે ઈસમો આવ્યાં હતા. તેમના એક્ટિવાથી ત્રીસેક મીટર દૂર એક ઈસમ મોટર સાયકલ પર બેસી રહ્યો હતો જ્યારે બીજો ઇસમ આવીને ફરિયાદીના હાથમાંથી રૂપિયા ભરેલ બેગ છીનવીને પલાયન થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. થોડા દિવસ પહેલા પણ શહેરમાં લૂંટના પ્રયાસની નિષ્ફળ ઘટના બની હતી અને હવે વધુ એક લૂંટની ઘટનાથી પોલીસ કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch