Sat,16 November 2024,7:31 pm
Print
header

અમદાવાદ શહેરમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, નવા 1290 કેસ નોંધાતા ખળભળાટ- Gujarat post

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે.પહેલા 29 મેના રોજ 2230 કેસ હતા. હવે કોરોનાના કેસનો આંકડો વધી રહ્યો છે, અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1290 કેસ નોંધાયા છે. અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1290, સુરત કોર્પોરેશનમાં 415, વડોદરા  કોર્પોરેશનમાં 86, આણંદ 70, કચ્છ 37,  રાજકોટ કોર્પોરેશનમાં 36, ખેડા 34, ભરુચ 26, અમદાવાદ 24, મોરબી 24, ગાંધીનગર કોર્પોરેશન 23, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન 18, નવસારી 18, જામનગર કોર્પોરેશન 16, મહેસાણા 14, પંચમહાલ 14, ગાંધીનગર 12, સુરત 9, વલસાડ 9, જૂનાગઢ કોર્પોરેશન 8, વડોદરા 8, જામનગર 7, બનાસકાંઠા 6, સાબરકાંઠા 6, અરવલ્લી 5, ભાવનગર 4, દેવભૂમિ દ્વારકા 4, જૂનાગઢ 4, મહિસાગર 4, અમરેલી 3, ગીર સોમનાથ 3, તાપી 3, દાહોદ 2, ડાંગ 1, સુરેન્દ્રનગરમાં  1  નવો કેસ નોંધાયો છે.

કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 7881 છે. જે પૈકી 18 દર્દીઓ વેન્ટીલેટર પર છે, 7863 દર્દીઓ સ્ટેબલ છે. આજે નવસારીમાં 1 અને ભાવનગરમાં 1 કોરોના દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 249 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8014 લોકોને પ્રથમ અને 36110 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે,18-45 વર્ષના નાગરિકો પૈકી 154685 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 96226 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.આ પ્રકારે આજના દિવસમાં કુલ 8,73,457 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,13,08,830 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, પાટણમાં અને પોરબંદરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch