Fri,15 November 2024,12:09 pm
Print
header

બાંગ્લાદેશમાં 14 હિંદુ મંદિરોમાં તોડફોડ, ઘણી મૂર્તિઓ તળાવમાં ફેંકી દેવામાં આવી- Gujarat Post

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળો પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશમાં શનિવારની રાત્રે અજાણ્યા બદમાશોએ 14 હિંદુ મંદિરોમાં તોડફોડ કરી હતી. ઠાકુરગાંવના બલિયાડાંગીમાં હિન્દુ સમૂદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું કે અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યાં હતા અને 14 મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી, પોલીસે જણાવ્યું કે બાંગ્લાદેશમાં ઘણા મહિનાઓથી હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.

બાંગ્લાદેશમાં એક હિન્દુ ધાર્મિક સંસ્થાના જનરલ સેક્રેટરી બર્મને જણાવ્યું કે કેટલીક મૂર્તિઓ મંદિરમાં જ તોડી પાડી હતી, જ્યારે કેટલીક મૂર્તિઓ મંદિરની નજીકના તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે હજુ સુધી ગુનેગારોની ઓળખ થઈ નથી, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તેઓ ઝડપથી પકડાઈ જાય. હિંદુ સમૂદાયના નેતા અને સંઘ પરિષદના પ્રમુખ સમર ચેટર્જીએ જણાવ્યું કે આ વિસ્તાર હંમેશા આંતર-ધાર્મિક સૌહાર્દના ક્ષેત્ર તરીકે ઓળખાય છે. અહીં પહેલાં આવી કોઈ જઘન્ય ઘટના બની નથી.મુસ્લિમ સમૂદાયનો અમારી સાથે કોઈ વિવાદ નથી.  

બાંગ્લાદેશમાં આ પહેલા પણ હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં છે. અહીં હિંદુઓ પર  હુમલા વધી રહ્યાં છે. સમર ચેટર્જીએ કહ્યું કે અમે સમજી શક્યા નથી કે આ હુમલા પાછળ કોણ હોઈ શકે છે. બાલિયાડાંગી પોલીસ સ્ટેશનના ઓફિસર-ઈન્ચાર્જ ખૈરુલ અનમે જણાવ્યું હતું કે હુમલા શનિવારે રાત્રે અને રવિવારની વહેલી સવારે ઘણા ગામોમાં થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch