Sat,16 November 2024,8:25 pm
Print
header

ઓમિક્રોનના ખતરા વચ્ચે મુંબઈની એક સ્કૂલમાં 16 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા હડકંપ- Gujarat Post

મુંબઈઃ એક સ્કૂલમાં 16 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તમામ વિદ્યાર્થીઓ ધોરણ 8 થી 11 માં અભ્યાસ કરે છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ વહીવટીતંત્ર અને સ્વાસ્થ્ય વિભાગ દોડતુ થઇ ગયું છે.  શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીના પિતા થોડા દિવસ પહેલા વિદેશથી ભારત પરત ફર્યાં હતા. સાવચેતીના ભાગ રૂપે વિદેશથી પરત આવેલા લોકોના પરિવારનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં આ વ્યક્તિનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તપાસમાં તેનો પુત્ર પોઝિટિવ આવ્યો હતો. જે આ શાળામાં અભ્યાસ કરે છે. બાદમાં પ્રશાસન દ્વારા શાળાના લગભગ 650 વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 16 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે.

બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોનનુ સંકટ પણ વધતુ જોવા મળી રહ્યુ છે.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને માહિતી આપી છે કે ન્યૂયોર્કથી મુંબઈ પરત ફરેલો 29 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. નવાઈની વાત તો એ છે કે આ વ્યક્તિમાં કોઈ લક્ષણો જોવા મળ્યાં ન હતા. BMCના જણાવ્યાં અનુસાર એરપોર્ટ પર તપાસ દરમિયાન આ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો હતો. આ પછી તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch