Fri,15 November 2024,7:54 am
Print
header

ગેંગસ્ટર અતિક-અશરફની હત્યા બાદ યુપીમાં હાઈએલર્ટ, 17 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

લખનઉઃ ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવામાં આવેલા માફિયા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે કેલ્વિન હોસ્પિટલ બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંનેને મેડિકલ તપાસ માટે કેલ્વિન હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા તે સમયે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં બંનેના મોત થયા હતા. અજાણ્યા વાહનમાં આવેલા 3 હુમલાખોરોએ હત્યા કર્યાં બાદ આત્મસમર્પણ કર્યું હતું. ઘટના બાદ જિલ્લાની સરહદ સીલ કરી દેવામાં આવી છે. આરએએફને સ્થળ પર બોલાવવામાં આવી છે. અતિક અને અશરફની હત્યા બાદ યુપીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમામ જિલ્લાઓમાં પોલીસે રાત્રે ફ્લેગ માર્ચ કરી હતી. આ મામલે 17 પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કારણ કે પોલીસની હાજરીમાં જ આ હત્યા કરાઇ હતી.

અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ પ્રયાગરાજમાં પોલીસ દ્વારા સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ક્ષેત્રમાં સતર્ક રહેવા સૂચના આપી છે. તેમણે ટ્વિટ કરીને સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહેતે માટે કોઈપણ અફવા પર ધ્યાન ન આપવું.

બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ અતિક અને અશરફની હત્યા પર સવાલ ઉઠાવ્યાં છે. એક ટ્વિટમાં તેમણે લખ્યું કે અમદાવાદની સાબરમતી જેલમાંથી લાવવામાં આવેલા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફને ગઈકાલે રાત્રે પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરવામાં આવી. જે યુપી સરકારની કાયદો- વ્યવસ્થાની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch