Sat,16 November 2024,3:56 pm
Print
header

ગુજરાત સરકારે IPS અધિકારીઓને આપ્યાં પ્રમોશન, જાણો વધુ વિગતો- Gujarat post

ત્રણ IPS અધિકારીઓને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે બઢતી

સંદિપસિંહ રાજકોટમાં ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા

IPS ડી.એચ. પરમાર ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (M.T.) ગાંધીનગર ખાતે ફરજ નિભાવતા

ગાંધીનગરઃ રાજ્ય પોલીસ વિભાગમાં બઢતીનો દોર યથાવત છે. રાજ્ય સરકાર દ્વારા 2 IPS અધિકારીઓને ADGP ગ્રેડનું પ્રમોશન આપવામાં આવ્યું છે.ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષની શરૂઆતમાં મોટા ફેરફારો થયા છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે આઈપીએસ અધિકારીઓને બઢતી અપાઈ છે. 3 આઈપીએસ અધિકારીઓને ગ્રેડ પ્રમોશન અપાયો છે. રાજ્યના બે IPS અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) તરીકે બઢતી આપવામાં આવી છે. સરકારે ત્રણ IPS અધિકારીઓને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે બઢતી આપી છે.

1997 બેંચના IPS અનુપમ સિંગ ગેહલોતને ADGPમાં બઢતી આપી છે, તેઓને CID (ઈન્ટેલિજન્ટ) ગાંધીનગરમાં નિમણૂંક કરવામાં આવ્યાં છે. તેઓ હાલ IGP, CID, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. 1997 બેંચના IPS ખુર્શીદ અહેમદને ADGP તરીકે બઢતી આપવામાં આવી છે. તેઓ રાજકોટ સીટીના સ્પેશિયલ પોલીસ કમિશનર (ટ્રાફિક અને ક્રાઈમ) તરીકે ફરજ નિભાવશે. તેના પહેલા તેઓ જોઈન્ટ પોલીસ કમિશનર, રાજકોટ સીટી (ટ્રાફિક અને ક્રાઈમ) તરીકે ફરજ નિભાવતા હતા.

2004 બેંચના IPS સંદિપસિંહ, 2004 બેંચના IPS ગૌતમ પરમાર અને 2004 બેંચના ડી.એચ.પરમારને IGP તરીકે બઢતી આપવામાં આવી છે. સંદિપસિંહ રાજકોટમાં ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા હતા. IPS ગૌતમ પરમાર એડિશનલ કમિશનર ઓફ પોલીસ, સેક્ટર-2, અમદાવાદમાં ફરજ નિભાવતા હતા,IPS ડી.એચ.પરમાર ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ(M.T.) ગાંધીનગર ખાતે ફરજ નિભાવતા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch