Sat,21 September 2024,8:35 am
Print
header

મણિપુરમાં 2 મહિલાઓને રોડ પર નગ્ન હાલતમાં પરેડ કરાવી, ગેંગરેપનો લગાવ્યો આરોપ

ઇમ્ફાલ: હિંસાગ્રસ્ત મણિપુરની બે મહિલાઓનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ટાંકવામાં આવેલા સમાચાર મુજબ, ટોળાએ ન માત્ર તેમને સમગ્ર વિસ્તારમાં નગ્ન કરીને પરેડ કરાવી પરંતુ તેમની સાથે ગેંગરેપની ઘટનાને પણ અંજામ આપ્યો છે.રેપ અને મારપીટ બાદ મહિલાઓ બોલી પણ શકતી નથી.

મણિપુર પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસે પુષ્ટિ કરી છે કે આ ઘટના 4 મેના રોજ બની હતી.પીડિત મહિલાઓ ઘટનાના બે અઠવાડિયા પછી પોલીસ સ્ટેશન આવી હતી અને ફરિયાદ નોંધાવી હતી. મણિપુરના સીએમ બિરેન સિંહે આ મામલે ઝડપી તપાસના આદેશ આપ્યાં છે.

સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મણિપુરના આ મામલે ટ્વીટ કર્યું છે.તેમણે લખ્યું છે કે મણિપુરમાં 2 મહિલાઓના યૌન ઉત્પીડનનો ભયાનક વીડિયો નિંદનીય અને તદ્દન અમાનવીય છે. સીએમ એન બિરેન સિંહ સાથે વાત કરી. તેમણે મને જાણ કરી છે કે હજુ તપાસ ચાલી રહી છે. મુખ્યમંત્રીએ એ પણ ખાતરી આપી છે કે ગુનેગારોને ન્યાય અપાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં."

ITLFએ પણ એક નિવેદન બહાર પાડ્યું

વીડિયો સામે આવ્યાં બાદ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આદિવાસી સંગઠન ઈન્ડિજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ)ના નિવેદન અનુસાર, આ ઘટના રાજ્યની રાજધાની ઈમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ બની હતી.આ ઘટનાના એક દિવસ પહેલા બે સમૂદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. વાઈરલ વિડિયોમાં બે આદિવાસી મહિલાઓને એક સમુદાયના ટોળા દ્વારા મેદાનમાં નગ્ન અવસ્થામાં પરેડ કરતી જોવા મળી રહી છે. આ ઘૃણાસ્પદ ઘટના 4 મેના રોજ કાંગપોકપી જિલ્લામાં બની હતી. કેટલાક લોકો આ મહિલાઓની સતત છેડતી કરતા જોવા મળે છે. વીડિયોમાં મહિલાઓ રડતી જોઈ શકાય છે અને તેમને જવા દેવાની વિનંતી કરી રહી છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે પગલાં લેવા કરી અપીલ

ITLFએ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય આયોગને આ મામલે કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ITLFએ કહ્યું, આરોપીઓએ આ નિર્દોષ મહિલાઓ દ્વારા સહન કરવામાં આવતી ભયાનક યાતનાઓને પ્રોત્સાહન આપવા માટે વીડિયો શેર કર્યો છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

4 મેથી ઇન્ટરનેટ બંધ

મણિપુરમાં વંશીય હિંસા બાદ 4 મેથી ઈન્ટરનેટ બંધ છે.રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ હિંસા જોવા મળી રહી છે.મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામાની માંગ કરવામાં આવી છે.જાતિ હિંસામાં અત્યાર સુધીમાં 120થી વધુ લોકોના મોત થયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch