Sat,16 November 2024,8:14 am
Print
header

એક સાથે 20થી વધુ ગુજરાતી અધિકારીઓ IPS માટે નોમિનેટ થશે- Gujarat post

ગાંધીનગરઃ ગુજરાતમાં એક સાથે 20થી વધુ અધિકારીઓ IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યાં છે. ગુજરાતમાંથી IPS સર્વિસમાં આવનારા અધિકારીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક સમય એવો હતો કે બહુ જ ઓછા લોકોને આ સર્વિસમાં મોકો મળતો હતો પરંતુ હવે આ સર્વિસમાં ગુજરાતીઓને મોકો મળી રહ્યો છે અને આ પોસ્ટ માટે  ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે.

વર્ષ 2011ની બેચમાં DySpની પોસ્ટ પર ભરતી થયેલા 25 અધિકારીઓની IPS નોમિનેશનની ક્લિયરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે, હવે આવનારા સમયમાં 20થી વધુ ગુજરાતી અધિકારીઓ રાજ્યમાં IPSની પોસ્ટ પર ફરજ બજાવશે.આ પહેલા ગુજરાતમાં ચાર અધિકારીઓ સજ્જનસિંહ પરમાર, અશોક મુનિયા, મયુર ચાવડા અને ઉષા રાડાને IPS કેડર ફાળવવામાં આવી હતી અને હવે વધુ અધિકારીઓના નામ આ સર્વિસમાં ઉમેરાશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch