Sun,08 September 2024,5:48 am
Print
header

ન્યૂઝીલેન્ડમાં બાળકો સહિત 2 લાખ લોકોનું અભદ્ર શોષણ થયાના અહેવાલે સનસનાટી મચાવી, PMએ માંગી માફી

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડમાં બાળકો સહિત 2 લાખ લોકો સાથે અભદ્ર શોષણની વાત સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 2 લાખ બાળકો અને પુખ્ત વયના લોકો જ્યારે દેખભાળમાં હતા ત્યારે તેમનું શોષણ કરવામાં આવ્યું હતું. આ નિંદનીય કૃત્ય સામે આવ્યાં બાદ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને માફી માંગી છે. તેમાં સુધારાનું વચન આપ્યું હતું. છેલ્લા 70 વર્ષોમાં લગભગ 2 લાખ બાળકો, યુવાનો અને પુખ્ત વયના લોકો ધાર્મિક દેખરેખમાં હતા ત્યારે તેમનું અભદ્ર શોષણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં જાણવા મળ્યું કે લગભગ ત્રણમાંથી એક બાળક અને સંભાળમાં રહેતા પુખ્ત વયના લોકોએ 1950 થી 2019 સુધી અમુક પ્રકારના અભદ્ર શોષણનો અનુભવ કર્યો હતો. આ એક એવો સનસનાટીભર્યો મામલો છે જેમાં સરકારને અબજો ડોલરનું વળતર ચૂકવવું પડી શકે છે. લુક્સને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સમાજ તરીકે અને એક રાજ્ય તરીકે ન્યૂઝીલેન્ડના ઈતિહાસમાં આ એક કાળો અને દુઃખદ દિવસ છે.

રોયલ કમિશન ઑફ ઇન્ક્વાયરી રિપોર્ટે ન્યૂઝીલેન્ડમાં દુરુપયોગમાંથી બચી ગયેલા 2,300 થી વધુ લોકો સાથે વાત કરી હતી,   તપાસમાં બળાત્કાર, નસબંધી અને ઈલેક્ટ્રીક શોક સહિત થતા અભદ્ર શોષણની વિગતવાર માહિતી આપવામાં આવી છે, જે 1970ના દાયકામાં ટોચે પહોંચી હતી. ત્યાર બાદ પણ આવી હજારો ઘટનાઓ સામે આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch