Sun,22 September 2024,10:01 am
Print
header

તુર્કીમાં કોલસા ખાણમાં ભયંકર વિસ્ફોટ, 25 લોકોનાં મોત, 15 ઘાયલ- Gujarat Post

ખાણમાં હજુ પણ ઘણા લોકો છે ફસાયેલા

રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને દક્ષિણપૂર્વ તુર્કીની મુલાકાત રદ્દ કરી

તુર્કીઃ તુર્કીમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 25 લોકોના મોત થઇ ગયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 8 ગંભીર રીતે ઘાયલ છે. ગૃહપ્રધાન સુલેમાન સોયલુએ માહિતી આપી છે કે ખાણમાં હજુ ઘણા લોકો ફસાયેલા છે, તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

આ વિસ્ફોટ બ્લેક સી કોસ્ટલ પ્રાંત બાર્ટિનના અમાસરા શહેરમાં સરકારી માલિકીની TTK અમાસરા મુસેસ મુદુર્લુગુ ખાણમાં થયો હતો. ઉર્જા પ્રધાન ફાતિહ ડોનમેઝે જણાવ્યું કે કોલસાની ખાણોમાં મળી આવેલા જ્વલનશીલ વાયુઓને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે.બચાવ કામગીરી દરમિયાન અમાસરામાં પહોંચેલા ગૃહ પ્રધાન સોયલુએ પત્રકારોને જણાવ્યું કે બ્લાસ્ટ સમયે ખાણની અંદર લગભગ 110 લોકો હાજર હતા. મંત્રીએ કહ્યું કે વિસ્ફોટ બાદ કેટલાક કામદારો ખાણમાંથી બહાર આવી શક્યા હતા. લગભગ 50 લોકો ફસાઈ ગયા છે.

તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડીએ જણાવ્યું કે પડોશી પ્રાંતો સહિત પ્રદેશમાંથી બોલાવવામાં આવેલી બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને દક્ષિણપૂર્વ તુર્કીની તેમની અગાઉની નિર્ધારિત મુલાકાત રદ કરી દીધી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch