Mon,18 November 2024,1:54 am
Print
header

ઓક્સિજનના અભાવે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં 25 દર્દીઓનાં કમકમાટીભર્યાં મોત

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે હોસ્પિટલ બેડથી લઈ ઓક્સિજન અને સ્મશાનોમાં વ્યવસ્થા પણ ભાંગી પડી છે આવી સ્થિતિ વચ્ચે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો નહીં પહોંચતા આઈસીયુ, વેન્ટીલેટર, ઓક્સિજન પર રખાયેલા 25 કોવિડના દર્દીઓનાં મોત થઇ ગયા છે.

દેશભરમાં કેન્દ્ર અને રાજય સરકારોની ગેરવ્યવસ્થાને કારણે ઓક્સિજનની તંગી છે. દેશભરની હોસ્પિટલમાં સતાવાળાઓને કલાક-કલાકનો જ જથ્થો હોવાનું એલર્ટ આપી રહ્યાં છે તે સમયે પાટનગરની પ્રતિષ્ઠિત સર ગંગારામ હોસ્પિટલે પણ દિલ્હી સરકારને તાત્કાલીક ઓક્સિજન પુરવઠો આપવા માટે એલર્ટ કરીને તેની પાસે ફકત પાંચ જ કલાકોનો પુરવઠો હોવાની તાકીદ કરી હતી પણ દિલ્હીમાં ફકત સર ગંગારામ જ નહીં એકસ સહિતની તમામ ખાનગી, સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગી છે. દિલ્હી સરકાર કેન્દ્રને વિનંતી કરી રહી હતી અને ગંગારામ હોસ્પિટલને પુરતો ઓક્સિજન નહીં પહોચતા 24 ક્લાકમાં 25 દર્દીઓ ધીમે ધીમે તરફડીને મોતને ભેટયા છે તબીબો કંઈ કરી શકયા ન હતા આ સ્થિતિ બાદ પણ હોસ્પિટલમાં બે કલાકનો જ ઓક્સિજનનો જથ્થો હોવાનું જાહેર કર્યું હતુ, ઓક્સિજન પ્રેસર ઘટતા વેન્ટીલેટર અને અન્ય જીવન રક્ષક મેડીકલ ઈકવીપમેન્ટ પુરી ક્ષમતાથી કામ કરતા ન હતા અને વધુ 60 દર્દીઓનાં જીવન જોખમમાં હોવાનું સામે આવ્યું છે.

હોસ્પિટલના મેડીકલ ડિરેકટરનાં જણાવ્યાં મુજબ ઈમરજન્સી વિભાગમાં હવે અન્ય રીતે વેન્ટીલેટરને ચાલુ કરી દર્દીઓને રાહત આપવાનો પ્રવાસ થઈ રહ્યો છે. હવે ટોચની હોસ્પિટલોએ આઈસીયુ બેડ ખાલી હોવા છતાં પણ ફકત ઓક્સિજન પુરવઠાની ગેરેન્ટી નહીં હોવાથી નવા દર્દીઓને દાખલ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch