ગાંધીનગર: ગુજરાત(Gujarat)માં કોરોના (Corona)ના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે 394 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણથી આજે એક દર્દીનું મોત થયું છે. આજે 2,20,086 લોકોનું રસીકરણ (vaccination)કરવામાં આવ્યું છે. બીજી તરફ 59 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચ્યો છે. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 1420 એક્ટિવ કેસ છે. જે પૈકી 16 વેન્ટીલેટર પર છે, જ્યારે 1404 નાગરિકો સ્ટેબલ છે. 8,18,422 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.10115 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે ખેડામાં 1 મોત થયું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 35, વડોદરા કોર્પોરેશનમાં 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર 7, જામનગર કોર્પોરેશનમાં 7, ખેડામાં 7, વલસાડ 7, કચ્છ 5, અમદાવાદ 4, ભરુચ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ કોર્પોરેશન 2, મહીસાગર 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1, પંચમહાલ 1, પોરબંદર 1, તાપી 1 અને વડોદરામાં 1 નવો કેસ નોંધાયો છે.
રાજ્યમાં ઓમિક્રોન(Omicron)ના 5 કેસ સામે આવ્યાં છે. જેમાં અમદાવાદ શહેરમાં 2 કેસ નોઁધાયા છે તે પૈકીના એકની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. વડોદરા શહેર, મહેસાણા અને પોરબંદરના 1-1 કેસની કોઈ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 78 કેસ નોંધાયા છે, જેમાંથી હાલમાં 54 લોકો સારવાર હેઠળ છે જ્યારે 24ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસ વધારે નાગરિકોએ સાવચેત થઇ જવાની જરૂર છે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવા જોઇએ.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40