Mon,18 November 2024,2:01 am
Print
header

ગુજરાતના 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ ઉપરાંત વધારાના નિયંત્રણો કરાયા લાગૂ, વાંચો નવી ગાઈડલાઈન

ગાંધીનગરઃ ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાત સરકારે રાજ્યના વધુ શહેરમાં રાત્રી કર્ફ્યૂ લગાવી દીધું છે. 20ની જગ્યાએ હવે 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે મળેલી તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ જે 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધી કફ્યૂ  હતો તે 20 શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે, ઉપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્યના 29 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. 

આ નિયંત્રણ તા. 28મી એપ્રિલ-2021 બુધવારથી તા. 5મી મે-2021 બુધવાર સુધી અમલી રહેશે.

આ નિયંત્રણો દરમિયાન 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

અનાજ-કરિયાણાની દુકાનો, શાકભાજી, ફળ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

આ 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch