Fri,15 November 2024,3:10 pm
Print
header

બદલો લેવાયો, કાશ્મીરી પંડિત-નેપાળી નાગરિકની હત્યામાં સંડોવાયેલા લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં મંગળવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના ત્રણ આતંકવાદીઓ માર્યાં ગયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં અનુસાર, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને બેરિકેડ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, આ એન્કાઉન્ટર મુંઝ માર્ગ વિસ્તારમાં થયું હતું.

ADGP કાશ્મીરે કહ્યું કે માર્યાં ગયેલા ત્રણ સ્થાનિક આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. જ્યારે ત્રીજાની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. તેમાંથી એક શોપિયાંનો લતીફ લોન છે, જે કાશ્મીરી પંડિત પુરાણ કૃષ્ણ ભટની હત્યામાં સામેલ હતો અને બીજો અનંતનાગીનનો ઉમર નઝીર છે, જે નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. આતંકીઓ પાસેથી એક AK 47 રાઈફલ અને બે પિસ્તોલ મળી છે.

સુરક્ષાદળોની ટીમને આતંકીઓની હાજરીની માહિતી મળી હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યાં ગયા હતા.

આ પહેલા સોમવારે ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં પોલીસ અને સુરક્ષા દળોને આતંકીઓ સામે વધુ એક સફળતા મળી હતી. બારામુલ્લામાં પોલીસે આતંકવાદી મદદગારની હથિયારો સાથે ધરપકડ કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch