અમદાવાદઃ વડોદરામાં રહેતા દંપતી સહિત ચાર લોકો વિયેતનામથી અમદાવાદ આવ્યા બાદ ટેક્સી કરીને વડોદરા પરત ફરી રહ્યાં હતા. રામોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંગ દાનાભાઈએ ટેક્સી અટકાવીને દંપતીને ધમકાવી તેમની પાસેથી દારૂની 3 બોટલો, 400 અમેરિકી ડોલર અને 12 હજાર રૂપિયા રોકડા પડાવી લીધા હતા, તપાસ બાદ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
5 ઓક્ટોબરે કપલ વિયેતનામથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું હતું. તેમને અમદાવાદથી વડોદરા માટે ટેક્સી બુક કરાવી હતી. ટેક્સી વડોદરા જવા માટે એક્સપ્રેસ વે પરથી જઈ રહી હતી. ટેક્સી અદાણી સર્કલ પાસે પહોંચી ત્યારે રામોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંગ દાનાભાઈ સહિત સાથે હાજર અન્ય 2 કોન્સ્ટેબલોએ ટેક્સીને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી.
દંપતી પાસે દારૂની પરમીટ હોવા છતાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંગ દાનાભાઈએ આ દારૂની બોટલો મામલે કાર્યવાહી કરવાના નામે ધમકાવી દારૂની 3 બોટલો, 400 યુએસ ડોલર, 12 હજાર રૂપિયા રોકડા લઇ લીધા હતા. વડોદરા પરત ફરેલા દંપતીના સંબંધીઓ રામોલ પોલીસમાં ફરિયાદ કરવા આવ્યાં હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંગ દોષિત ઠરતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
દંપતીના સગા-સંબંધીઓ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા, ત્યારે પ્રથમ તો પોલીસે તેમની વાત સાંભળી ન હતી, બાદમાં આરોપીઓએ વડોદરાના દંપતીને ફોન કરીને 3 દારૂની બોટલો, 400 યુએસ ડોલર અને 12 હજાર રૂપિયા પાછા આપવા અને કેસ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચી ગયો હતો અને કેસની તપાસ એસીપી કૃણાલ દેસાઈને સોંપવામાં આવી હતી.
ACP કૃણાલ દેસાઈએ સમગ્ર મામલાની તપાસ કરતા તેમને જાણવા મળ્યું કે અદાણી સર્કલ પાસે દંપતિને ધમકી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે તે દારૂની બોટલનું બિલ હતું, તેમની પાસે દારૂની પરમિટ હોવા છતાં પોલીસકર્મીઓએ તેમની પાસેથી તોડ કર્યો હતો.જેમાં રામોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે તેમની સાથે હાજર અન્ય બે પોલીસકર્મીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે બાબતે સવાલો ઉઠી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ખ્યાતિ હોસ્પિટલના સીઈઓનો ખોટો દાવો, કહ્યું- દર્દીઓ સ્વેચ્છાએ જ આવ્યાં હતા- Gujarat Post | 2024-11-13 09:21:06
અમદાવાદની આ હોસ્પિટલે રૂપિયા ખંખેરવા કરી નાખ્યાં ઓપરેશન, 2 દર્દીઓનાં મોત થતા હોબાળો- Gujarat Post | 2024-11-12 15:09:46
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
વધુ એક સ્કૂલના આચાર્ય ACB ની ઝપેટમાં, રૂપિયા 14 હજારની લાંચ લેતા ઝડપાયા | 2024-11-12 08:12:53
વડોદરા પી વી મુરજાણી આત્મહત્યા કેસઃ માનેલી પુત્રી અને તેની માતાનો ફોન સ્વીચ ઑફ, બંનેને શોધવા પોલીસ કામે લાગી- Gujarat Post | 2024-11-11 10:39:13
લોરેન્સ બાદ બિશ્નોઈ ગેંગના અન્ય માફિયાઓ માટે કરણી સેનાએ જાહેર કર્યું ઈનામ- Gujarat Post | 2024-11-11 10:13:56
ગુજરાત સરકારની GST ની આવકમાં ધરખમ વધારો, આંકડો વધીને 6100 કરોડ રૂપિયાને પાર પહોંચ્યો | 2024-11-03 19:46:39
અમદાવાદના વેજલપુરના PSI રૂ.80 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા | 2024-10-27 11:14:17