Thu,31 October 2024,3:23 pm
Print
header

અમેરિકામાં 3 પેલેસ્ટિયન વિદ્યાર્થીઓને ગોળી મારવામાં આવી, પરિવારોએ કરી ન્યાયની માંગ

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે વિદેશમાં પણ ઘર્ષણ

અમેરિકાઃ કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ પેલેસ્ટિયન વિદ્યાર્થીઓને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. તેમના પરિવારજનોએ અમેરિકન સત્તાવાળાઓને આ ઘટનાને હેટ ક્રાઈમ હેઠળ તપાસના માંગ કરી છે. ઘાયલ હિશામ અવતાની, રોડ આઇલેન્ડમાં બ્રાઉન યુનિવર્સિટીનો વિદ્યાર્થી, વિદ્યાર્થી કિન્નન અબ્દેલ હમીદ, હેવરફોર્ડ કોલેજનો વિધાર્થી, તહસીન અહેમદ કનેક્ટિકટમાં ટ્રિનિટી કોલેજમાં ભણે છે. આ તમામને શનિવારે રાત્રે વર્મોન્ટ યુનિવર્સિટી નજીક ગોળી મારવામાં આવી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર રવિવારે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

બર્લિંગ્ટન પોલીસને શૂટરની ઓળખાણ થઇ નથી, ઘાયલ વિધાર્થીઓના પરિવારોએ કહ્યું કે અમે આ કેસની ઉંડી તપાસની  માંગ કરી છે. આ નફરતનો મોટો અપરાધ ગણી શકાય છે, જ્યાં સુધી અમને ન્યાય ન્યાય આપવામાં ન આવે ત્યાં સુધી અમે બેસીશું નહી.

7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ શરૂ થયો ત્યારથી, હિંસક હુમલાઓની ઘટનાઓમાં વધારો થયો છે અને હવે વધુ એક  ગોળીબાર કરવામાં આવ્યો છે. પેલેસ્ટિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અરેબિક બોલતા હતા અને પરંપરાગત પેલેસ્ટિયન કેફિયેહ પહેરતા હતા. 

અમેરિકન-આરબ એન્ટિ-ડિસ્ક્રિમિનેશન કમિટી, યુએસ સ્થિત હિમાયત સંસ્થાએ પણ નિવેદનમાં ગોળીબારની આ ઘટનાને વખોડી કાઢી હતી અને કહ્યું કે આરબ વિરોધી અને પેલેસ્ટાઈન વિરોધનો અમે અનુભવ કરી રહ્યાં છીએ. અહીં બધાને સુરક્ષા મળવી જોઇએ.

પોલીસે નિવેદનમાં જણાવ્યું કે પીડિતોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને પછી ફાયર વિભાગ દ્વારા યુનિવર્સિટી ઓફ વર્મોન્ટ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યાં હતા, ત્રણેય પીડિતો સ્નાતક હતા. હિશામને પીઠમાં ગોળી વાગી હતી, તહસીનને છાતીમાં અને કિન્નનને નાની ઈજાઓ થઈ છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરુુ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch