Sun,17 November 2024,11:58 pm
Print
header

કોરોનામાં મિથીલીન બ્લૂ પીતા પહેલા ચેતજો ! રાજકોટમાં 3 દર્દીઓની હાલત ગંભીર

રાજકોટ: કોરાના વાયરસની બિમારીમાં મિથીલીન બ્લૂ નામની દવા ઉપયોગી નીવડતી હોવાના દાવાથી અનેક દર્દીઓ મિથીલીન બ્લુનું સેવન કરવા લાગ્યા છે. દર્દીઓનો પણ દાવો છે કે તેમને આ દવાને કારણે કોરોનાને મ્હાત આપી છે, જો કે આજનો આ કિસ્સો તમને ચિંતિત કરી શકે છે. આપ પણ જો મિથીલીન બ્લૂનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મિથીલીન બ્લુ દવાનું સેવન કરતા ત્રણ દર્દીઓની હાલત ગંભીર બની ગઇ છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં શરૂ કરવામાં આવેલા બેડમાં કોઇ અજાણ્યા વ્યક્તિ દ્રારા મિથીલીન બ્લૂની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાંથી ત્રણ જેટલા દર્દીઓએ આ દવાની આખી બોટલ પી લીધી હતી. જેમને તાત્કાલિક વધુ સારવાર અપાઇ રહી છે.

અ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે મિથીલીન બ્લૂ સિવિલ હોસ્પિટલમાં ક્યાંથી આવ્યું તે અંગે તપાસ ચાલું છે સિક્યુરિટી સ્ટાફને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે જેથી કોઇ વ્યક્તિ અન્ય કોઇ દવાઓ દર્દીઓને આપી નહીં. મિથીલીન બ્લૂ ફેફસાં માટે ઉપયોગી હોવાની માન્યતા છે. દરરોજ સવારે 4 થી 5 ટીપાં જીભ નીચે મૂકવાથી ફેફસાંને ફાયદો થતો હોવાનું કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે. જો કે આ દર્દીઓએ વધારે દવા લેતા તેમની તબિયત લથડી હોવાનું ચર્ચાય છે, અમે આ દવાને લઇને કોઇ પણ પ્રકારનું અમારૂ મંતવ્ય આપતા નથી, તમારે કોઇ પણ દવાનું સેવન ડોક્ટરની સલાહ મુજબ જ કરવું જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch