Fri,15 November 2024,7:56 am
Print
header

ભરૂચમાં ત્રણ લોકોનાં મોત, ગટરમાં કામ કરવા આ મજૂરો ઉતર્યાં અને પાછા જ ન ફર્યાં- Gujarat Post

ભરૂચઃ ગટરમાં ગૂંગળામણને કારણે મોતનાં અનેક કિસ્સા બન્યાં છે. તેમ છંતા આવા મોત અટકાવવા તંત્ર દ્વારા કોઇ જ યોગ્ય કાર્યવાહી કરાતી નથી. ભરૂચના દહેજમાં ગટરમાં ઉતરેલા 3 કામદારોના ગૂંગળાઈ જતા મોત થયા છે. 4 કામદારો ગટરમાં સાફ સફાઈ કરવા ઉતર્યાં હતા, જેમાંથી ત્રણ મોત થઇ ગયા છે.દહેજ ગ્રામપંચાયતની હદમાં આવેલી ગટર લાઇનની સાફ સફાઈ ચાલતી હતી ત્યારે આ ઘટના બની છે.એક કામદારને સારવાર અર્થે ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે.

મૃતક કામદારોમાં અનીફ જાલુભાઈ પરમાર (ઉ.વ.24), પરેશ ખુમસિંગ કટારા (ઉ.વ.30), ગલસીંગભાઈ વરસીંગભાઈ મુનિયા (ઉ.વ.30)નો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા રાજકોટના વોર્ડ નં.13માં સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરિયા મેઈનરોડ પર ગટરમાં ઉતરતા ઝેરી હવામાં ગૂંગળાઈ જવાથી એક સફાઈકર્મીનું મોત થયું હતું.

તાજેતરમાં વિધાનસભામાં રજૂ થયેલી માહિતી પ્રમાણે થોડા જ સમયમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા 11 કામદારોના મોત થયા હતા. ગત વર્ષે 7 અને આ વર્ષે 4 લોકોના મૃત્યું થયા છે. ગત વર્ષે મૃત્યું પામેલા 7 માંથી 5 લોકોને સરકારે સહાય ચૂકવી છે. ગટર સફાઈમાં મૃત્યુ પામનારના પરિવારને 10 લાખ રૂપિયાની સહાયની જોગવાઈ છે. સહાય ચુકવણી અંગે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch