Sat,16 November 2024,6:04 am
Print
header

રાજસ્થાનના અલવરમાં 300 વર્ષ જૂનું મંદિર તોડી પાડતા વિવાદ, હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો- Gujarat post

આ મંદિરોમાં ભગવાન શિવ, હનુમાનજી અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ હતી

સ્થાનિક લોકોએ વિરોધ કર્યો ત્યારે પોલીસે બળપ્રયોગ કરીને સ્થાનિક લોકોને રસ્તા પરથી હટાવ્યાં

કોંગ્રેસ સરકાર સામે લોકોમાં જોરદાર રોષ 

રાજસ્થાનઃ અલવરના રાજગઢમાં ત્રણ મંદિરો તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. આ મંદિરોમાં ભગવાન શિવ, હનુમાનજી અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ હતી. જે ખંડિત કરાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંદિર તોડી પાડવા દરમિયાન સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો ત્યારે પોલીસે બળપ્રયોગ કરીને લોકોને રસ્તા પરથી હટાવ્યાં હતા.આ મંદિર 300 વર્ષ જૂનું હતું.  અલવરના અધિકારીઓનું કહેવું છે કે આ મંદિરો વિકાસમાં અવરોધ બની રહ્યાં હતા, જેથી આ કાર્યવાહી કરવી પડી. 

આ મંદિરના તોડવા બાદ જ્યાં સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી, ત્યાં હિન્દુ સંગઠનો ગુસ્સે થયા છે, હિંદુ સંગઠનોએ પોતાનો વિરોધ વ્યક્ત કરતા રાજગઢના ધારાસભ્ય જોહરી લાલ મીણા, એસડીએમ કેશવ કુમાર મીણા, પાલિકાના EO બનવારી લાલ મીણા સામે ષડયંત્ર રચીને રમખાણો ભડકાવવાનો આરોપ લગાવીને પોલીસને લેખિત ફરિયાદ આપી છે, પરંતુ હજુ સુધી આ મામલામાં પોલીસે એફઆઈઆર નોંધી નથી.

રાજસ્થાનના રાજગઢ, અલવરમાં ત્રણ મંદિરો તોડી પાડવાના મામલા બાદ ભારતીય જનતા પાર્ટી રાજ્યની સત્તાધારી કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરી રહી છે. અલવરના સરાય મોહલ્લામાં સ્થિત 300 વર્ષ જૂના મંદિરને તોડી પાડવાથી નારાજ ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસને પૂછ્યું કે શું આ ધર્મનિરપેક્ષતા છે ?  BJP ના IT સેલના પ્રભારી અમિત માલવિયાએ ટ્વિટર પર લખ્યું- રાજસ્થાનના અલવરમાં વિકાસના નામે 300 વર્ષ જૂનું શિવ મંદિર તોડી પાડવામાં આવ્યું.કરૌલી અને જહાંગીરપુરીમાં આંસુ વહાવવા અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી- આ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch