Mon,18 November 2024,12:15 am
Print
header

અમેરિકાથી આવી ગુજરાત માટે મદદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને મોકલાવ્યાં 335 ઓક્સિજન કંસેન્ટ્રેટર

અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી કોરોના મહામારીમાં ગુજરાતને સહાય કરવામાં આવી છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમેરિકા તરફથી 335 ઓક્સિજન કંસેન્ટ્રેટર અમદાવાદ મોકલવામાં આવ્યાં છે, કોરોનાની વિકટ પરિસ્થિતિ સર્જાતા કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની અછત સર્જાઈ હતી જેને પગલે વિશ્વ તરફથી ઓક્સિજન સિલેન્ડર અને ઓક્સિજન ભારત પહોંચાડવામાં આવી રહ્યાં છે તે જોતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ મદદ માટે આગળ આવ્યું છે. પાટદારીઓની વૈશ્વિક ગણાતી આ સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશ દ્વારા ઓક્સિજનના 335 જેટલા કંસેન્ટ્રેટર અમદાવાદના જાસપુર મોકલવામાં આવ્યાં છે.

વૈશ્વિક સામાજિક એમ્પાવરમેન્ટ હબ ગણાતી સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક વૈશ્વિક મજબૂત સંસ્થા છે જે એક સામાજિક, સેવાભાવી અને માનવતાવાદી સંસ્થા તરીકે ઓળખાય છે આ સંસ્થા દ્વારા અનેક વિધ સેવા અને સામાજિક કાર્યો કરવામાં આવે છે અમેરિકા તરફથી મોકલવામાં આવેલા 335 કંસેન્ટ્રેટરને વિવિધ જિલ્લાઓમાં, સંસ્થાઓમાં, હોસ્પિટલોમાં નિ:શુલ્ક મોકલવામાં આવશે. ઓક્સિજન કંસેન્ટ્રેટર પૂજાવિધિ બાદ ગુજરાતમાં ઓક્સિજન જરૂરિયાત હોસ્પિટલો,  સંસ્થાનોને મોકલવામાં આવનાર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch