Sat,16 November 2024,10:01 am
Print
header

કેનેડામાં 5 ભારતીય વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત- Gujarat Post

(અકસ્માત બાદ મૃતદેહને લઈ જતી પોલીસ)

ઓન્ટારિયોઃ અમેરિકાની જેમ કેનેડામાં ભારતીયોની મોટી સંખ્યા છે. અહીંથી એક દુખદ સમાચાર સામે આવ્યાં છે. કેનેડામાં માર્ગ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થઇ ગયા છે.આ અકસ્માત ઓન્ટારિયો હાઇવે પર શનિવારે થયો હતો. પાંચેય વિદ્યાર્થીઓ કારમાં જઈ રહ્યાં હતા ત્યારે કાર એક ટ્રેક્ટર ટ્રેલર સાથે અથડાઈ, ત્યારબાદ ત્રણેયનાં મોત થઇ ગયા. કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આ દુઃખદ અકસ્માત શનિવારે થયો હતો.

ભારતીય હાઈ કમિશનરે ટ્વીટર પર અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને કહ્યું કે ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસ પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું છે.

ક્વિન્ટે વેસ્ટ ઓન્ટારિયો પ્રાંતીય પોલીસ  અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની ઓળખ હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર તરીકે કરવામાં આવી છે. હાલ પાંચેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch