Sun,17 November 2024,11:00 am
Print
header

ત્રીજી લહેરની આગાહી વચ્ચે રાજકોટમાં કોરોનાથી પાંચ મહિનાના બાળકનું મોત

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં પાંચ માસના બાળકનું કોરોનાને કારણે નિધન થયું છે.  આ બાળકને કોરોના થતા સિવિલ હોસ્પિટલમાં 19 ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. કોરોનાની ત્રીજી લહેરની આગાહીની વચ્ચે પાંચ મહિનાના બાળકનું કોરોનાથી મોત થયું છે. રાજકોટ સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે, “બાળકને ખાનગી હોસ્પિટલમાંથી અહીં લાવવામાં આવ્યો હતો, છેલ્લા પાંચ દિવસથી તાવ આવતો હતો અને સ્થિતિ વધારે ગંભીર બનતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો જ્યાં આજે તેનું મોત નીપજ્યું છે.”

આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે, બાળક મૂળ રાજકોટના કોઠારિયા (Kothariya) વિસ્તારનો રહેવાસી છે જો કે છેલ્લા પાંચ મહિનાથી તે તેના માતા સાથે ધોરાજીમાં રહેતો હતો જેથી તેને ધોરાજીથી કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકા છે, સિવીલ હોસ્પિટલમાં હજુ પણ ત્રણ બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

પરિવારજનોના RTPCR રિપોર્ટ કરીને આઇસોલેટ કરાયા

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું કે બાળકને કોરોનાની સાથે અન્ય બિમારી પણ હતી. હાલ જે સ્થળેથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.બાળક સાથે રહેતા તેમના પરિવારજનોના RTPCR રિપોર્ટ કરવામાં આવ્યાં છે. ઉપરાંત ગ્રામ્ય સ્તરે દોઢ લાખ બાળકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે,જો કે કોઇ પણ બાળકનો રિપોર્ટ પોઝિટિવ નથી, હવે 6 થી 10 વર્ષની ઉંમરના બાળકોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.

શહેરમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે

હોસ્પિટલમાં પાંચ મહિનાના બાળકનું મોત થતા શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું કે શહેરમાં ફરી ડોર ટુ ડોર સર્વે હાથ ધરાશે તેમાં પણ ખાસ બાળકોની ચકાસણી કરવામાં આવશે, જો કોઇ બાળકમાં કોરોનાના લક્ષણો જોવા મળશે તો તેને આઇસોલેટ કરીને રિપોર્ટ પણ કરવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch