Sat,16 November 2024,8:07 am
Print
header

અમરેલી: લાઠીના દૂધાળા ગામે 5 કિશોર નારણ સરોવરમાં ડૂબી જતા મોત, પરિવારમાં આક્રંદ- Gujarat post

લાંબી શોધખોળ બાદ તેમના મૃતદેહ મળી આવ્યાં

બપોરના 12 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા માટે નારણ સરોવર આવ્યાં હતા

અમરેલી: લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરો ડૂબી જતા તેમના મોત થઇ ગયા છે.લાંબી શોધખોળ બાદ તેમના મૃતદેહ મળી આવ્યાં છે.આજે બપોરના 12 વાગ્યાની આસપાસ 5 કિશોર ન્હાવા માટે નારણ સરોવર આવ્યાં હતા. અને તેઓ ડૂબી ગયા હતા, તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને તમામ પાંચ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. પાંચ કિશોરોના મોતના પગલે તેમના પરિવારજનોમાં આક્રંદ છે.

મામલતદાર,પોલીસ ઘટના સ્થળે, તરવૈયાઓની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી

પાંચ કિશોરોના મોતના પગલે તેમના પરિવારજનો આઘાતમાં 

મામલતદાર,પોલીસ,સહિત તરવૈયાઓનો કાફલો અહીં પહોંચી ગયો હતો.પાંચેય કિશોર આજે બપોરે 12 વાગ્યાની આસપાસ નારણ સરોવરમાં ડૂબ્યા હતા. આ લોકો બપોરના સમયે ડૂબ્યા હોવાનુ સામે આવ્યું છે.

મૃતક પાંચેય કિશોરના નામ 

1) વિશાલ મનીષભાઈ મેર (ઉંમર 16 વર્ષ)

2) નમન અજયભાઇ ડાભી (ઉંમર 16 વર્ષ)

3) રાહુલ પ્રવિણભાઈ જાદવ (ઉંમર 16 વર્ષ)

4) મિત ભાવેશભાઈ ગળથીયા (ઉંમર 17 વર્ષ)

5) હરેશ મથુરભાઈ મોરી (ઉંમર 18 વર્ષ)

દુધાળા ગામના નારણ સરોવરમાં આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો નારાયણ સરોવર પહોંચી ગયા હતા.કિશોર ડૂબ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોએ અહીં આવીને મદદ કરી હતી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch