ભરૂચઃ વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં રાત્રે હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન પ્રચંડ વિસ્ફોટ થતા  5 શ્રમિકોનાં મોત થયા છે, જ્યારે 5 ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. અચાનક થયેલા આ વિસ્ફોટ થતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ એટલો ભયાાનક હતો કે દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો.

સાયખા GIDC સ્થિત સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમા આ 5 શ્રમિકોનાં મોત થયા છે, અને 5 ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. બ્લાસ્ટ બાદ સમગ્ર પરિસરમાં ગેસ લીકેજની આશંકાથી નાસભાગ  મચી ગઇ હતી. 

મૃતકોમાં જયદીપ પટેલ, અનિકેત કુમાર, અર્જુન કુમાર, ભવિક વસાવા અને વૃંદ તલાવિયાનો સમાવેશ થાય  છે. આ ઘટના સમયે આ કંપનીમાં અંદાજે 20 કામદારો કામ કરી રહ્યાં હતા.