Sun,17 November 2024,3:11 am
Print
header

નોટબંધીના પાંચ વર્ષ પૂરા, જાણો દેશમાં કેટલો થયો છે બદલાવ

(File Photo)

નવી દિલ્હીઃ દેશમાં બ્લેકમનીને નાથવા મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નોટબંધીની જાહેરાતને પાંચ વર્ષ થઈ ગયા છે. 8 નવેમ્બર, 2016ના રોજ રાત્રે 8 કલાકે પ્રધાનમંત્રી મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. જે બાદ મધરાતથી જ 500 અને 1000ની ચલણી નોટ ચલણમાંથી રદ્દ થઈ ગઈ હતી

આંકડા પર નજર કરવામાં આવે તો પાંચ વર્ષ બાદ દેશમાં કરન્સી નોટનું ચલણ વધી રહ્યું છે.જો કે ડિજિટલ પેમેન્ટ પણ વધી રહ્યું છે લોકો કેશલેસ પેમેન્ટ તરફ વળ્યાં છે. નોટબંધીમાં 500 અને 1000ની જૂની નોટ બંધ કરી દેવામાં આવી હતી.તેના થોડા દિવસો બાદ 500ની નવી નોટ અને 2000 રૂપિયાની નોટ સરકારે બહાર પાડી હતી. નોટબંધી બાદ ઘણા દિવસો સુધી દેશમાં અફડા તફડીનો માહોલ હતો. લોકોએ જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા બેંકોમાં લાઈનો લગાવી હતી.

રિઝર્વ બેંકના આંકડા મુજબ નોટબંધી પહેલા 4 નવેમ્બર 2016ના રોજ દેશમાં ચલણમાં રહેલા કુલ નોટોનું મૂલ્ય 17.74 લાખ કરોડ રૂપિયા હતું. પરંતુ 2021માં 29 ઓક્ટોબર સુધીમાં 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે નોટબંધી બાદ અત્યાર સુધીમાં વેલ્યૂના હિસાબે નોટના સર્કુલેશનમાં અંદાજે 64 ટકાનો વધારો થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch