Tue,17 September 2024,5:05 pm
Print
header

GST Council: કેન્સરની દવા, લાઇફ અને હેલ્થ ઈન્શ્યોરન્સ થશે સસ્તા ! GST કાઉન્સિંગ મીટિંગમાં બની સહમતિ- Gujarat Post

કેન્સરની પસંદગીની દવાઓ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા

નમકીન પર જીએસટી 18 ટકાથી ઘટાડી 12 ટકા કરવામાં આવ્યો

કાર, મોટર સાયકલ સીટ પર જીએસટી 18 ટકાથી વધીને 28 ટકા થયો

GST Council Meeting: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 54મી બેઠક સોમવારે યોજાઈ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વખતે બેઠકનો સૌથી મોટો મુદ્દો આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર GST માંથી મુક્તિનો હતો. વીમા પ્રીમિયમ પર GST 18% સુધી ઘટાડી શકાય છે. બેઠકમાં મંત્રીઓનું એક જૂથ બનાવવામાં આવ્યું છે, જે આ અંગે વધુ વિચાર કરશે. આવી સ્થિતિમાં હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18% GST ટેક્સ ઘટાડવામાં આવશે. તે અંગેનો અંતિમ નિર્ણય આગામી બેઠકમાં લેવામાં આવશે.

મોદી સરકારમાં રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પણ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પ્રિમીયમ પરથી GST હટાવવાની માંગ કરી છે. હાલમાં, આરોગ્ય અને જીવન વીમા પર 18% GST વસૂલવામાં આવે છે. જો સરકાર આના પર GST હટાવે અથવા ઘટાડે તો લોકોને સસ્તો વીમો મળશે. ઉપરાંત, સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં વીમા ઉત્પાદનોની માંગ વધશે.

દિલ્હીમાં યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં તમામ રાજ્યોના નાણા મંત્રીઓ અથવા તેમના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. દિલ્હી સરકારમાં નાણાં વિભાગની જવાબદારી સંભાળતા આતિશીએ જણાવ્યું કે, સ્વાસ્થ્ય વીમા અને જીવન વીમા પ્રિમીયમ પર GST દૂર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી છે. મંત્રીઓનું જૂથ તેના પર આગળ વિચાર કરશે.

પંજાબની AAP સરકારમાં નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, "આજની બેઠકમાં સંશોધન અનુદાન પર GST દૂર કરવાના પ્રસ્તાવ પર સર્વસંમતિ સધાઈ છે. આનાથી સંશોધન કરવા ઈચ્છતા યુવાનોને પ્રોત્સાહન મળશે. GST કાઉન્સિલમાં બેઠકમાં આરોગ્ય વીમા અને જીવન વીમા પ્રિમીયમ પર GST ઘટાડવા અથવા નાબૂદ કરવા પર પણ ચર્ચા કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch