Mon,18 November 2024,6:06 am
Print
header

આ 63 વર્ષીય વ્યક્તિ કોરોનાની રસીના રજિસ્ટ્રેશન માટે ઉભા રહ્યાં લાઈનમાં ને પછી બન્યું એવું કે..

મુંબઈઃ દેશમાં કોરોના સંકટ ફરીથી વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે.અંદાજે દોઢ મહિના બાદ ભારતમાં એક દિવસમાં 24 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 24,882 હજાર કોરોનાના નવા કેસ નોંધાયા છે વધુ 140 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કાબુમાં કરવા રસીકરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 2,82,18,457 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. છેલ્લા 24 કલાકમાં  20,53,537 લોકોને રસી આપવામાં આવી હતી.

દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં એક દુઃખદ ઘટના બની છે. ન્યૂઝ એજન્સી ANIના ટ્વીટ મુજબ વસાઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ હેલ્થ ઓફિસર ડો.સુરેખા વાલકેએ જણાવ્યું કે નાલસાપોરા વેસ્ટમાં રહેતા 63 વર્ષીય હરીશભાઈ પંચાલ કોવિડ-19ની રસી લેવા રજિસ્ટ્રેશન સેન્ટર પર આવ્યાં હતા અને અહીં તેમને હાર્ટ અટેક આવતાં તેમનું મોત થઇ ગયું છે. જેનાથી તેમના પરિવારમાં શોક છવાઇ ગયો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,13,33,728 પર પહોંચી છે. જ્યારે કુલ 1,09,73,260 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 2,02,022 છે. કુલ 1,58,446 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. વધતા સંક્રમણને પગલે મહારાષ્ટ્રના 9 શહેરમાં નાઈટ કર્ફ્યૂ જ્યારે 8 જિલ્લામાં કર્ફ્યૂ, લોકડાઉન અને કડક પ્રતિબંધના આદેશ કરાયા છે. મહારાષ્ટ્રના 36 જિલ્લામાંથી 10 જિલ્લા ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch