Sat,16 November 2024,8:18 pm
Print
header

ચિંતાજનક સમાચાર, ગુજરાતના આ મોટા શહેરમાં એક સાથે ઓમિક્રોનના 7 કેસ નોંધાતા હડકંપ

વડોદરા: ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના નવા 15 કેસ નોંધાયા છે. વડોદરામાં શહેરમાં એક સાથે 7 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ પહેલા અમદાવાદમાં ઓમિક્રોનના પાંચ નવા કેસ નોંધાયા હતા. સિવાય મહેસાણા અને આણંદમાં બે-બે કેસ નોંધાયા હતા.આ સાથે જ ગુજરાતમા અત્યાર સુધીમા ઓમિક્રોનના કુલ 30 કેસ થયા છે.

એક સાથે શહેરમાં 7 ઓમિક્રોનના કેસ નોંધાતા શહેરીજનો ચિંતામાં છે. વડોદરામાં આજે 7 ઓમિક્રોન કેસ નોંધાતા ગુજરાતમાં કુલ ઓમિક્રોન પોઝિટિવ કેસની સંખ્યા 30 પર પહોંચી છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 637 કેસ છે. જે પૈકી 9 દર્દી વેન્ટીલેટર પર છે, 528 નાગરિકો સ્ટેબલ છે. 8,18,051 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. કુલ 10106 દર્દીઓના મોત નિપજ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch