Sat,16 November 2024,2:19 am
Print
header

લદ્દાખમાં સેનાના જવાનોને લઈને જતી બસ ખાબકી નદીમાં, 7 જવાનો શહીદ- Gujarat post

બસ શ્યોક નદી પરની 50-60 ફૂટ ખીણમાં પડી ગઈ 

ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનોને ભારતીય વાયુસેનાની મદદથી હાયર સેન્ટર રિફર કરવામાં આવ્યાં

લદ્દાખઃ 26 જવાનોને લઈને જઈ રહેલી બસ નદીમાં પડતાં થયેલી દુર્ઘટનામાં 7 જવાનો શહીદ થઇ ગયા છે. કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવી લેવાયા હતા. આ અકસ્માત સમયે ગાડીમાં26 સૈનિકો હાજર હતા. ઈજાગ્રસ્તો ની સારવાર કરવામાં આવી રહી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનોને વાયુસેનાની મદદથી હાયર સેન્ટર રિફર કરવામાં આવ્યાં છે.

આ દુર્ઘટના લગભગ સવારે 9 વાગ્યે થોઈસેથી લગભગ 25 કિલોમીટર દૂર વાહન સ્લીપ થઈ શ્યોક નદીમાં ખાબકી હતી. ઈજાગ્રસ્ત 26 સૈનિકોને ત્યાંથી કાઢીને આર્મી ફીલ્ડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં ગંભીર ઈજાને કારણે 7 સૈનિકો શહીદ થઇ ગયા હતા.લેહથી પરતાપુર માટે સેનાની સર્જિકલ ટીમ રવાના થઈ ગઈ છે. ગંભીર રીતે ઘાયલોને વાયુ સેનાની મદદથી વેસ્ટર્ન કમાનની હોસ્પિટલ લઈ જવાયા છે. સેનાની બસ કયા કારણોથી દુર્ઘટનાગ્રસ્ત થઈ છે તે અંગે તપાસ ચાલી રહી છે.

ઘટના થોઈસથી આશરે 25 કિમી અંતરે સર્જાઈ છે, જ્યાં સેનાની બસ શ્યોક નદી પર થી આશરે 50-60 ફૂટ ખીણમાં પડી ગઈ હતી.ભારતીય સેનાએ કહ્યું છે કે, ઈજાગ્રસ્ત જવાનોને ઝડપી સારવાર મળી રહે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જવાનોને હાઈ સેન્ટર રેફર કરવા માટે વાયુસેનાની મદદ લેવાઈ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch