Sun,17 November 2024,7:00 am
Print
header

અમદાવાદમાં કોરોનાકાળમાં 70 ટકા પ્રી સ્ક્રૂલના પડી ગયા પાટિયા

(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)

અમદાવાદઃકોરોના હળવો થતાં અમદાવાદ સહિત ગુજરાતમાં સ્કૂલો, કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ફરીથી રાબેતા મુજબ થવા લાગ્યું છે. બાળકો ત્રણેક વર્ષના થતાં તેમને પ્રી સ્કૂલમાં મોકલવાનો ટ્રેન્ડ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે  અમદાવાદમાં કોરોનાકાળમાં 70 ટકા પ્રી સ્કૂલો બંધ થઈ ગઈ છે.

અમદાવાદ ચેપ્ટર ઓફ અર્લી ચાઈલ્ડહૂડ એસોસિએશન એન્ડ એસોસિએશન ફોર પ્રાઇમરી એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પ્રતિક શાહના કહેવા મુજબ અમદાવાદમાં આશરે 1500 જેટલી પ્રીસ્કૂલ છે, જેમાંથી 70 ટકા કોવિડ-19ને કારણે બંધ થઈ ગઈ છે.

શહેરમાં સૌથી જૂની પ્રી સ્કૂલ પૈકીની એકના સંચાલક ફિરદોશ લાલકાકાએ જણાવ્યું, ઓનલાઈન એજયુકેશનને કારણે સંખ્યા 300થી ઘટીને 75 થઈ ગઈ છે. મોટાભાગની બંધ થઈ ગયેલી પ્રીસ્કૂલ ફ્રેન્ચાઇઝી આધારિત છે. ભાડાના મકાનમાં ચાલતી પ્રી સ્કૂલનો ખર્ચ 10-15 લાખ રૂપિયા આવે છે. હાલ મોટાભાગના પેરેન્ટ્સ તેમના બાળકોને પ્રીસ્કૂલમાં મોકલવા માંગતા નથી.જેથી સંચાલકોને પણ મોટું નુકસાન થઇ રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch