Sat,16 November 2024,6:29 am
Print
header

અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં 700થી વધારે ટ્રાફિક પોલીસને કરાયા સસ્પેન્ડ- Gujarat Post

પોલીસકર્મીઓને લાંચ અને ગેરહાજરીના કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યાં

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંદેશો આપી દીધો છે કે, ડ્યુટી પર ગેરરીતિ, સહન કરવામાં આવશે નહીં

અમદાવાદ:નાગરિકો સાથે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી ગેરવર્તણૂક હવે સહન નહીં કરાય, તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં બે જ મહિનામાં 700થી પણ વધારે ટ્રાફિક પોલીસના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ પોલીસકર્મીઓને લાંચ અને ગેરહાજરીના કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંદેશ આપી દીધો છે કે ડ્યૂટી પર ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં.

આ કડક પગલાને લઈને પોલીસ વિભાગમાં ફફડાટ છે. શહેરમાં અવારનવાર ટીઆરબી જવાનો દ્વારા લોકોને હેરાન કરવાના અને પૈસા પડાવવાાન વીડિયો પણ વાયરલ થતા રહે છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા 700થી વધારે ટ્રાફિક પોલીસને સસ્પેન્ડ કરી કડક સંદેશ આપવામાં આવ્યો છે.

શહેરના ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન કરવાની જવાબદારી ટ્રાફિક બ્રિગેડના જવાનોને સોંપવામાં આવી છે.એક વર્ષ દરમિયાન શહેરના રસ્તાઓ પર ટ્રાફિક નિયમનના બદલે સફેદ શર્ટ અને બ્લ્યુ પેન્ટમાં ઉભા રહીને અમુક ટીઆરબી જવાનો વાહનચાલકો પાસેથી તોડબાજી કરતા હોવાની ફરિયાદ વધી હતી.આ સાથે જ એક વર્ષના સમયગાળા દરમિયાન અમુક ટીઆરબી જવાનોની સતત ગેરહાજરીની  અનેક ફરિયાદો પણ આવતી હતી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch