Sat,16 November 2024,8:25 pm
Print
header

ગુજરાતમાંથી પાછું રૂ.400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 6 લોકોની ધરપકડ કરાઇ- Gujarat Post

અલ હુસૈની બોટમાંથી ઝડપાયું ડ્રગ્સ, 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ 

ફાઇલ ફોટો 

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સની રેલમછેલ થતી હોય તેમ છેલ્લા થોડા દિવસોમાં સમયાંતરે ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે.ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, ગુજરાતના ડિફેન્સ પીઆરઓના જણાવ્યાં મુજબ કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાં લવાતું 77 કિલો હેરોઈન ઝડપ્યું છે, 6 લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સની કિંમત 400 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છના જખૌ દરિયા કિનારે બાતમીને આધારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 'અલ હુસૈની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતાં તેમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં, જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ડ્રગ્સ, હેરોઈન, ગાંજો, ચરસ અને હથિયારોની હેરાફેરી માટે કુખ્યાત થયો હોય તેમ સમયાંતરે ક્યાંકને ક્યાંકથી મોટી માત્રામાં આવા પદાર્થો પકડાતા રહે છે. થોડા દિવસો પહેલા પણ હજારો કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતુ. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch