Sun,17 November 2024,6:20 pm
Print
header

વિજય રૂપાણી સરકારે 79 અધિકારીઓની કરી બદલી, જાણો કોને ક્યાં મળી જવાબદારી

વધુ માહિતી માટે ઉપરની PDF ડાઉનલોડ કરો

ગાંધીનગરઃ GAS કેડરના કુલ 79 ક્લાસ 1 અધિકારીઓની ગુજરાત સરકારે મોટા પાયે બદલીઓ કરી છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરના વધારે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરોની બદલી કરાઇ છે. રાજકોટના રેસિડેન્ટ એડિશનલ કલેકટર PB પંડ્યાની અમદાવાદના રેસિડેન્ટ એડિશનલ કલેકટર પદે બદલી કરાઇ છે, સરદાર સરોવર પુનર્વસાત એજન્સીના ડેપ્યુટી કમિશનર BS પટેલની બદલી ખેડા-નડિયાદના રેસિડેન્ટ એડિશનલ કલેકટર તરીકે કરવામાં આવી છે.

DRDA વડોદરાના ડાયરેક્ટર બીબી ચૌધરીની ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કૉર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર પદે બદલી કરાઇ છે. અમદાવાદના રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર બીવી લિમ્બાચિયાને ગીર-સોમનાથના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર બનાવાયા છે. ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં રજિસ્ટ્રાર રહેલા જેએન ઝારૂની ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમનમાં મેમ્બર સેક્રેટરી પદે બદલી કરવામાં આવી છે અમદાવાદના રેસિડેન્ટ એડિશનલ કલરેક્ટર એચએમ વોરાની ગાંધીનગરમાં OSD તરીકે ટ્રાન્સપોર્ટ કમિશનમાં બદલી કરાઇ છે. જે.વી દેસાઇને આણંદના DRDA માં ડાયરેક્ટર તરીકે જવાબદારી આપવામાં આવી છે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch