Sun,17 November 2024,4:23 pm
Print
header

પાણી પાણી થઇ ગયું સુરત, 12 કલાકમાં ધોધમાર 8 ઈંચ વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી હોય તેમ બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેે કારણે ડાયમંડ નગરી સુરત તથા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી છે. આજે સવારે છ વાગે પૂરા થયેલા 12 કલાક દરમિયાન 8 ઈંચ વરસાદ પડ્યો હતો, જેને કારણે નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે.

સુરત રેલ્વે સ્ટેશન પાસેના ગરનાળામાં  વરસાદી પાણી ભરાઇ ગયું હોવાથી (વરાછા ઝોન બીના ચીફ) ડી. એમ જરીવાલા તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ પર ઝડપથી પાણીના નિકાલ થાય તે માટે મેયર હેમાલી બોઘાવાલીએ સ્થળ મુલાકાત લઇ તાકીદે પગલા લેવા આદેશ કર્યાં હતા.

પરવત ગામના પાદર ફળિયામાં પાણી ભરાઈ જતાં 15 પરિવારોનું સ્થળાંતર કરકાયું છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવન સાથે વરસાદ વરસતા કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી ગુલ થવાની પણ ઘટના બની હતી.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch