Sat,16 November 2024,9:31 pm
Print
header

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 28 પર પહોંચી- Gujarat Post

મુંબઈ: કોરોના વાયરસના નવા વેરિયન્ટ  ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. ઓમિક્રોન દેશમાં ખૂબ જ  ઝડપથી ફેલાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં નવા 8 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. નવા 8 કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 28 પર પહોંચી છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 57 પર પહોંચી છે.

સંક્રમિત થયેલા 8માંથી 7 દર્દીઓ મુંબઈથી અને વસઈ-વિરારથી છે.ખાસ વાત એ છે કે જેટલા લોકો ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા છે તેમાંથી એક પણની ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ રીતે દેશભરમાં નવા વેરિયન્ટના કેસ વધીને 57 થઈ ગયા છે. તમામના સેમ્પલ ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં લેવામાં આવ્યાં હતા. આજે સંક્રમિત થયેલા 8 દર્દીમાંથી 3 મહિલાઓ અને 5 પુરૂષ છે. તેમની ઉંમર 24થી 41 વર્ષની વચ્ચેની છે.

આજે સંક્રમિત થયેલા 8 દર્દીમાંથી એક રાજસ્થાનનો રહેવાસી છે. એક બેંગલુરુ અને એક દિલ્હીની યાત્રા કરી હતી.આજે સંક્રમિત થયેલા 8માંથી 2 દર્દી હોસ્પિટલમાં અને 6 હોમ આઈસોલેશનમાં છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેક કરવામાં આવ્યા છે. સંક્રમિત થયેલા 8માંથી 7 લોકોએ કોરોના વેક્સિન લીધી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch