Sun,08 September 2024,6:04 am
Print
header

ધોરાજીમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, ચિચોડમાં 3 કલાકમાં 9 ઈંચ વરસાદથી ઘોડાપૂરની સ્થિતિ- Gujarat Post

ધોરાજીઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ધોરાજીના ચિચોડમાં ત્રણ કલાકની અંદરમાં નવ ઈંચ વરસાદ વરસતા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. બીજી તરફ, છેલ્લા 24 કલાકની અંદર ભાડેર ગામમાં 12 ઈંચ જેટલો વરસાદ પડતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કર્યો હતો. આ સાથે રાજકોટના જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

ધોરાજીમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી. ચિચોડ ગામમાં ત્રણ કલાકની અંદર નવ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સાથે ધોરાજી ઉપલેટાના તાલુકા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ હતી. ઉપરાંત, ઉપલેટા પંથકમાં મેઘરાજા મહેરબાન થતા ચારેય તરફ પાણી ભરાયા હતા. જેમાં રાજકોટ-પોરબંદર હાઈવે પરના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ધોરાજીના ચિચોડની સાથે-સાથે ભાડેર ગામમાં પણ છેલ્લા 24 કલાકની અંદર 12 ઈંચ વરસાદ પડતા નદી-નાળાઓમાં પૂરના દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ સાથે અતિભારે વરસાદને લઈને ગામડાંના રહેણાંકવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch