Sat,21 September 2024,8:12 am
Print
header

નવસારીમાં બે કલાકમાં નવ ઈંચ વરસાદથી જળબંબાકાર, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી- Gujarat Post

સુરતઃ ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે જમાવટ કરી છે. દરમિયાન આજે નવસારીમાં બે કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સમગ્ર શહેર જળમગ્ન બની ગયું છે. વિસ્તારો બોટમાં ફેરવાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નવસારીના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં એક કાર તણાઇ હતી. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ કાર તણાયાનો વીડિયો બનાવ્યો હતો. ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે.

શાંતાદેવી વિસ્તારમાં દિવાલ પડતા બે કાર દબાઈ હતી. શાંતિનાથ એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલી કાર પર દિવાલ પડતાં કચ્ચરઘાણ બોલી ગયો હતો. વરસાદને કારણે ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા ગયા છે. શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અટવાયા છે. અનેક બાઈક અને કાર ખોટકાતા ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા છે.

રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે, જેમા 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે, ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch