Sat,16 November 2024,6:01 am
Print
header

હૃદયહીન માતાની ક્રૂરતા, 9 મહિનાના રડતા બાળકને મુક્કા મારીને પછી પછાડ્યું- Gujarat Post

શ્રીનગરઃ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આધારે પોલીસે સાંબા જિલ્લામાંથી એક મહિલાની ધરપકડ કરી છે. વીડિયોમાં આ મહિલા તેના 9 મહિનાના બાળકને નિર્દયતાથી મારતી હતી. મહિલા બાળકને નીચે ફેંકી રહી હતી, બાળક રડી રહ્યું હતું. 45 મિનીટના વીડિયોમાં બાળક રડતું જોવા મળી રહ્યું છે. મહિલા તેને ચૂપ કરાવવાનો પ્રયાસ કરે છે, માસૂમ બાળક ચૂપ ન થતા મહિલા તેને મારે છે. તે તેના ચહેરા પર થપ્પડ મારે છે. તે બાળકને ત્રણ વાર ઉપાડીને નીચે પછાડે છે. 

તેની સામે બીજી એક મહિલા બેઠેલી જોવા મળે છે, જે તેને રોકી શકતી નથી. વીડિયો બનાવનાર વ્યક્તિ રૂમમાં બેઠો છે, જે તેની નજીક છે. બાળકીને મારવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી અને આરોપી મહિલાની ધરપકડની માંગ કરી હતી. વાયરલ વીડિયોની સત્યતા જાણ્યા બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch