Sun,08 September 2024,10:16 am
Print
header

સુરતની ફેશન ડિઝાઈનર સાથે રૂ. 90 લાખની છેતરપિંડી...ગોવા- સુરતની હોટલમાં તેની સાથે કરાયો બળાત્કાર

સુરતઃ ફેશન ડિઝાઈનર યુવતી પર બળાત્કાર થયો હોવાની ઘટના સામે આવી છે. પીડિતાએ તેના 15 વર્ષ જૂના મિત્ર સહિત ત્રણ લોકો વિરુદ્ધ બળાત્કાર અને 90 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ મામલો સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. સિટીલાઈટ વિસ્તારમાં રહેતી ફેશન ડિઝાઈનર સાથે તેના 15 વર્ષ જૂના મિત્રએ 90 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યા બાદ તેને સુરત અને ગોવા લઈ જઈ હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ પરેશ વાણીયા છે. આ સમગ્ર મામલામાં પરેશની સાથે તેના અન્ય બે સાગરિતો પણ સામેલ હતા. પરેશ વાણિયાની સાથે તેના એક સાથીની પણ ધરપકડ કરવામાં આવી છે.

સુરત પોલીસે જણાવ્યું કે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં પીડિતાએ કહ્યું હતું કે પરેશ વાણિયા નામના આરોપીએ તેને સુરત અને ગોવાની હોટલમાં લઇ જઇને તેના પર બળાત્કાર કર્યો હતો. આરોપીઓએ થોડા થોડા કરીને 90 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા.

પીડિતાની 16 લાખ રૂપિયાની જ્વેલરી ક્યાંક ગીરો મુકવામાં આવી છે, બાકીની 24 લાખની કિંમતના ઘરેણાં વેચી દેવામાં આવ્યાં હોવાની માહિતી સામે આવી છે. બાકીની રકમ રોકડમાં લીધી હતી. પીડિતાએ જણાવ્યું કે આરોપીઓએ શેરબજારમાં રોકાણ કરવાના નામે તેની સાથે છેતરપિંડી કરી હતી. બાદમાં આ પૈસા પરત કરવામાં આવ્યાં ન હતા.

પોલીસે જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે મુખ્ય આરોપી પરેશ લાભુભાઈ વાણીયાની ધરપકડ કરવામાં આવી છે. પરેશ સુરતના પુના વિસ્તારમાં રહે છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ પણ સંડોવાયેલા છે. જેમાં સુરેશ ઘનશ્યામ ભાઈ ભુવા અને અશોક રામજીભાઈ ભુંગડીયાનો સમાવેશ થાય છે. પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપીની સાથે તેના એક સાથીની ધરપકડ કરી છે.

ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. સુરેશ નામનો આરોપી પીડિતાના સંપર્કમાં હતો અને તે જરીનું કામ કરે છે. આ પછી યુવતી સુરેશ મારફતે પરેશના સંપર્કમાં આવી હતી. તેઓ સુરત, મુંબઈ અને ગોવામાં જે હોટલમાં રોકાયા હતા તેની તપાસ કરવામાં આવશે અને ગીરો તરીકે રાખવામાં આવેલા દાગીનાની પણ તપાસ કરવામાં આવશે. રોકડ અને રોકાણ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch