Mon,18 November 2024,8:17 am
Print
header

કુખ્યાત ગેંગસ્ટરની ધરપકડ કરનાર ગુજરાત ATSની ચાર મહિલા પોલીસકર્મીઓ પર બનશે ફિલ્મ

અમદાવાદઃ ગુજરાત એટીએસની ચાર બહાદુર મહિલા પોલીસકર્મીઓ પર ફિલ્મ બનાવવામાં આવશે. બોલીવુડના ડાયરેક્ટર આશિષ આર મોહન આ ફિલ્મ બનાવવાના છે. ગુજરાત પોલીસની ચારેય મહિલા પોલીસકર્મીઓએ એક ખતરનાક મિશનને પાર પાડીને આરોપીને ઝડપી લીધો હતો.

ગુજરાત એટીએસમાં ફરજ બજાવતા PSI સંતોક ઓડેદરા, નિતીમિકા ગોહિલ, અરૂણા ગામેતી, સિમ્મી માલે પર આ ફિલ્મ બનવા જઈ રહી છે. તેમના કામથી પ્રભાવિત થઈ 'ખિલાડી 786'નાં ડિરેક્ટર આશિષ મોહને તેમના પર ફિલ્મન બનાવવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત એટીએસના DIG હિમાંશુ શુક્લાએ આ ચારેય મહિલાકર્મીઓને મહત્વની જવાબદારી આપી હતી. ચારેય મહિલા અધિકારીઓએ એક મહત્વના મિશન હેઠળ કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલારખાની જંગલમાંથી ધરપકડ કરી હતી.

આ ફિલ્મના ડાયરેક્ટર આશિષ આર મોહને કહ્યું કે, ગુજરાત એટીએસની આ બહાદુર મહિલાઓની પ્રેરણાદાયક કહાનીને સિલ્વર સ્ક્રીન પર દેખાડવી ખરેખર ગર્વની વાત છે. મહત્વનું છે કે બોલીવુડના ડાયરેક્ટર આશિષ આર મોહન અત્યાર સુધી ખેલાડી 786, ગોલમાલ રિટર્ન જેવી સફળ ફિલ્મો આપી છે. ત્યારે ગુજરાત પોલીસની ચાર મહિલાઓ પર ફિલ્મ બનવાની આ વાત ગુજરાત માટે ગૌરવની વાત છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch