Fri,01 November 2024,4:51 pm
Print
header

ગુજરાતમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, BTP એ છોડ્યો સાથ- Gujaratpost

પવન ખેરા ઝગડીયા આવીને છોટુ વસાવા સાથે બેઠક કરીને ગયા

BTP-કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનની શક્યતા, આપનો છોડ્યો સાથ 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા  આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે.આમ આદમી પાર્ટી અને BTP વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. થોડા સમય પહેલા બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થયું હતું. છોટુ વસાવા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પવન ખેરા વચ્ચે મહત્વની બેઠક થઇ હતી. થોડા દિવસ અગાઉ પવન ખેરા ઝગડીયા આવીને છોટુ વસાવા સાથે બેઠક કરી ગયા હતા. ગુજરાત કોંગ્રેસના નેતાઓની જાણ બહાર આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.રાજ્યમાં ફરી એકવાર 2017ની ચૂંટણીનું પુનરાવર્તન થઇ શકે છે. કારણ કે 2017માં પણ BTPએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.

આપ-બીટીપી ગઠબંધન તૂટવા પાછળના જવાબદાર કારણોમાં AAPના નેતાઓ મનમાની કરતા હોવાની વાત છે. આદિવાસી નેતા છોટુ વસાવાનું કહેવું છે કે, 'ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી.' AAPના નેતાઓ BTPનું કહેલું ન માનતા ગઠબંધન તૂટ્યું છે. BTP હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે.

1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી.જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. જો કે હવે આ મિત્રો અલગ થઇ ગયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch