Fri,01 November 2024,12:50 pm
Print
header

સરકાર બની જ નથી અને ભગવંત માન કહે છે ગુજરાતમાં પહેલી માર્ચથી વીજળીનું બિલ ઝીરો આવશે

હવામાં વાતો કરી રહી છે આમ આદમી પાર્ટી

ગુજરાતની જનતાનો ભાજપ સામે ઝુકાવ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે યોજાશે.આ પહેલા આજે પંજાબના સીએમ ભગવંત માને અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યુ. જેમાં તેમણે કહ્યું- હું આજે દિલ્હીના વીજળીના 25000  બિલ લઈને આવ્યો છું, કોઈ પણ બિલ તમે ચેક કરી શકો છો. દિલ્હીમાં લગભગ 75 લાખ વીજળીના મીટર છે, 61 લાખ મીટરના બિલ ઝીરો છે. ડિસેમ્બરના બિલ હશે તેંમા 67 લાખ મીટરના બિલ ઝીરો આવશે અને જાન્યુઆરીમાં 71 લાખ મીટર બિલ ઝીરો આવશે. અમે લોકો જે થઈ શકે એ જ કહીએ છીએ, અહીંયા પણ એ થઈ જ શકે છે, અમે વચન આપ્યું છે અને અમે નીભાવશું. અનેક બિલ તો માઇનસમાં આવ્યાં છે. અમે ગુજરાતમાં પણ એ જ કહી રહ્યાં છીએ કે 1 માર્ચથી ગુજરાતમાં વીજળી મફત મળશે.

અમે ધારાસભ્યોના પેન્શન બંધ કરી દીધા છે. લાખો રૂપિયા પેન્શન હતું , જેટલીવાર તેઓ ધારાસભ્ય બને એટલીવાર 60 હજારનો વધારો થતો રહેતો હતો, સેવાના નામે વોટ લેતા હતા અને સેવા માટે અમે પેન્શન બંધ કરી દીધું. કરોડો રૂપિયા બચ્યા તે રૂપિયાથી જ અમે આ બધા કામ કરી રહ્યાં છીએ, તો આ ફ્રીની રેવડી કઈ રીતે કહીં શકાય ? અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં તેમની જ સરકાર બનવાનો દાવો કર્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch