Fri,01 November 2024,7:10 pm
Print
header

ઈસુદાનનો BJP પર ગંભીર આરોપ, કહ્યું- મનોજ સોરઠીયાની હત્યાનો હતો પ્લાન- Gujaratpost

સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા 

સુરતઃ મંગળવારે રાત્રે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સુરતમાં ગણેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનું માથું ફૂટતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મનોજ સોરઠીયાને માથામાં ટાકા આવ્યા હતા.  આ ઘટનાને આમ આદમી પાર્ટીએ સખત શબ્દોમાં વખોડી છે. આપ નેતા ઈસુદાને કહ્યું, સુરતમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા આપ કા રાજા નામના અમારા પંડાલ પર ગયા હતા, ત્યારે ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો હતો.  મનોજભાઈ સમજે એ પહેલાં જ માથામાં પાઇપ મારવામાં આવી હતી

ઇસુદાન કહ્યું કે અત્યાર સુધીમાં ભાજપના ગુંડાઓએ 8 નેતાઓ પર હુમલા કર્યાં છે. ભાજપ લુખ્ખા, લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. ભાજપનો બે-ચાર હત્યા કરાવવાનો પ્લાન છે. ઈસુદાને BJP પર ગંભીર આરોપ લગાવતા કહ્યું,  મનોજ સોરઠીયાની હત્યાનો પ્લાન હતો. તેઓ મારી અને ગોપાલ ઈટાલિયાની હત્યા પણ કરાવી શકે છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રાજીનામું આપે. ગુજરાતની સંસ્કૃતિને ક્યાં પહોંચાડી છે. ભાજપની આ હિન્દુવિરોધી નીતિ છે. ચૂંટણી લોહિયાળ બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડીજીપી અને સુરત પોલીસ કમિશનર પણ નિષ્ફળ ગયા છે.  મનોજ સોરઠિયા પર નહિ, પણ ગુજરાતની જનતા અને શાંતિ પર હુમલો કર્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે,  આ રીતે વિપક્ષ પર હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર-જીત તો થયા કરે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડવો, આ ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને જનતા એને પસંદ કરતી નથી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે દોષિતોને કડકમાં કડક સજા અપાવે અને સૌની રક્ષા કરે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch