Mon,18 November 2024,9:53 am
Print
header

ન્યાયતંત્રમાં જ ભષ્ટાચાર ! આણંદ કોર્ટના સરકારી વકીલ લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

ફરિયાદી નિર્દોષ છૂટતા સરકાર તરફથી  હાઇકોર્ટમાં અપીલ ન કરવા માટે રુ. 80 હજારની લાંચ માંગી હતી

આણંદઃ સામાન્ય રીતે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)માં ન્યાયતંત્રમાં ભષ્ટાચારની ઓછી ફરિયાદો જોવા મળે છે. પરંતુ આ વખતે નડિયાદ એસીબી દ્વારા ફરિયાદને આધારે ટ્રેપ ગોઠવીને પેટલાદ સેસન્સ કોર્ટ (Petlad Sessions court)ના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર એટલે કે સરકારી વકીલને રુપિયા 35 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યાં છે.તેમણે  પેટલાદ કોર્ટ દ્વારા નિ્ર્દોષ જાહેર થયેલા ફરિયાદી વિરુધ્ધ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ ન કરવા માટે રુપિયા 80 હજારની લાંચની માંગણી કરી હતી. જેમાં 45 હજાર રુપિયા એડવાન્સમાં લીધા હતા, બાકીના નાણાં બાદમાં લેવાનું નક્કી કર્યું હતુ. જે ટ્રેપમાં એસીબીએ તેમને ઝડપી લીધા છે.

બનાવની વિગતો એવી છે કે આણંદના પેટલાદમાં રહેતા એક વ્યક્તિ વિરુધ્ધ  વર્ષ 2017માં ગુનો નોંધાયો હતો. જે કેસ પેટલાદ એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલતા ગત 16મી જાન્યુઆરીએ તેમને નિર્દોષ જાહેર કરાયા હતા. જે હુકમ વિરુધ્ધમાં સરકાર પક્ષેથી હાઇકોર્ટમાં અપીલ ન કરવા માટે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર (APP) યજ્ઞેશ હરેશપ્રસાદ ઠાકરેએ રુપિયા 80 હજારની લાંચ માંગી હતી. જેમાં 40 હજાર પહેલા અને બાકી નાણાં બાદમાં લેવાનું નક્કી કર્યુ હતુ.પહેલા 40 હજાર રુપિયા લીધા બાદ ત્રણ દિવસ પહેલા પાંચ હજાર લીધા હતા. બાદમાં બાકી રુપિયા 35 હજાર માટે ફરિયાદીને પેટલાદ બોલાવ્યાં હતા. જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા  નડીયાદ એસીબી દ્વારા ટ્રેપ (trape) ગોઠવવામાં આવી હતી જેમાં યજ્ઞેશ હરેશપ્રસાદ ઠાકરને રુપિયા 35 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે.  એસીબીના સંકજામાં એપીપી આવી જતા પેટલાદ અને આણંદ કોર્ટમાં આ મામલે ચર્ચા થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

 
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch