Mon,18 November 2024,10:01 am
Print
header

જમીન વિકાસ નિગમના નિવૃત નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

રુપિયા 2.39 કરોડની આવક સામે રુપિયા 4.05 કરોડનો ખર્ચ, અનેક જગ્યાએ રોકાણ કર્યાનું તપાસમાં આવ્યું સામે 

અમદાવાદઃ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ (GSLDC)માં અગાઉ ફરજ બજાવતા પૂર્વ નિવૃત સંયુક્ત નિયામક કરશન પરમાર સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો  (ACB) દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે.ગાંધીનગર ખાતે રહેતા નિવૃત સંયુક્ત નિયામક કરશન પરમાર વિરુધ્ધ એસીબીને અપ્રમાણસર મિલકતની  (Dispropernate property) બાતમી મળી હતી.જેને આધારે એસીબીના અધિકારીઓ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.જેમાં વિવિધ દસ્તાવેજી પુરાવા, પત્નીના નામે મિલકતો અને સબંધીઓના નામે રોકાણ તેમજ બેંક એકાઉન્ટ (bank account)ની વિગતોની તપાસ કરતા કુલ આવક રુપિયા 2.39 કરોડ હોવાનું જાણવા મળ્યું હતુ.

તેની સામે તેમણે રુપિયા 4.05 કરોડનું રોકાણ તેમજ ખર્ચ કર્યો હતો. કુલ આવકથી વઘારે  રુપિયા 1.65 કરોડની વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું બહાર આવ્યું હતુ. જે તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 72 ટકા વઘારે હતી, તપાસમાં વર્ષ 2009 થી 2018 દરમિયાન રોકડ રુપિયા 41.65 લાખ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતા. રૂપિયા 92 લાખની જંગમ ખરીદી કરી હતી. એસીબીએ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના વધુ એક કર્મચારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. હજુ ઘણા અપ્રમાણસર મિલકતોના કેસની વિગતો આવનારા સમયમાં સામે આવે તેવી શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch